નેનાવા નેશનલ હાઇવે ઉપર આવેલા ધાખા ગામ તરફ જતા માર્ગ પાસે જીપડાલા ચાલકે સામેથી બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇ પરિવાર સાથે ભાંજણા ગામ અને સગા-સબંધીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.અકસ્માતમાં મોતને ભેટેલા હિતેશ સુજાભાઈ ચૌધરી ચાર બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો. પરિવારએ એકનો એક દીકરો ગુમાવતા માતા અને બહેનો પર આભ તૂટી પડ્યું છે. પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હવે માતાએ પુત્ર જ્યારે ચાર બહેનોએ પોતાના લાડકવાયા ભાઈને ગુમાવ્યો છે.

- December 29, 2024
0
148
Less than a minute
You can share this post!
editor