ચોમાસાની સિઝનનો કુલ 1230.80 મીમી વરસાદ નોંધાયો; સતલાસણા તાલુકાના ધરોઈ ડેમમાં હાલ પાણી ની આવક એક લાખ સાત હજાર ચોર્યાસી ક્યુસેક જેટલી થઈ ગઈ હોવાથી તેના નિકાલ માટે ધરોઈ ડેમમાં પંચ્યાસી હજાર ચારસો ચોર્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનામાં રૂલ લેવલ 619 ફુટ રાખવાનું થતું હોવાથી હાલમાં ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં ચાર દરવાજા છ ફૂટ જેટલા અને ચાર દરવાજા દસ ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે જેના લીધે નીચાણ વાળા વિસ્તારમાં આવેલા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીના કિનારે ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
હાલના તબક્કે ધરોઈ ડેમમાં પાણીની કુલ આવક જોવા જઈએ તો 68374 ક્યુસેક આવક નોંધવામાં આવી છે જ્યારે ડેમ માંથી 108320 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવેલ છે, સાથોસાથ અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો કુલ 1230.80 મીમી વરસાદ નોંધાયો છે, જોકે હાલના તબક્કે ધરોઈ ડેમ 82.93% ભરાઈ જવા પામ્યો છે, તો બીજી તરફ ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના લીધે ઘટડા પ્રમાણે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નદીના પ્રવાહમાં ઘટાડો થાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે હોવાનું પ્રાપ્ત સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે સતલાસણા તાલુકાના ધરોઈ ડેમના આંઠ ગેટ ખોલવામાં આવ્યા બાદ ધરોઈ ડેમની આજુબાજુ વિસ્તારમાં જાહેર એલર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. સાબરમતી નદી કિનારે રહેતા ગામડાઓમાં સાવચેતી રાખવાની કડકપણે સુચના આપવામાં આવી છે. એક સાથે આંઠ ગેટ દસ-દસ ફર ખોલવામા આવ્યા છે ત્યારે સાબરમતી નદી કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ઔચવવામાં આવ્યું છે. જ્યાં ધરોઈ ડેમ અને સાબરમતી નદી બંનેનો અદભુત નજારો જોવા મળ્યો છે.

