બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં, યજમાન ઓસ્ટ્રેલિયા 4 ટેસ્ટ મેચો પછી 2-1થી આગળ છે અને હવે તેમની નજર સિડનીમાં રમાનારી ટેસ્ટ મેચ પર છે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં જીત માટે જશે જેથી BGTની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પણ કન્ફર્મ થઈ શકે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સિડની ટેસ્ટ માટે પોતાની મજબૂત પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઓલરાઉન્ડર મિચેલ માર્શને ઓસ્ટ્રેલિયાએ બહારનો રસ્તો બતાવ્યો છે. તેના સ્થાને 31 વર્ષના ઓલરાઉન્ડરે ટીમમાં એન્ટ્રી કરી છે. આ શક્તિશાળી ઓલરાઉન્ડર સિડનીમાં ટેસ્ટ ડેબ્યૂ કરશે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત સિડની ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં જે ઓલરાઉન્ડરનો સમાવેશ કર્યો છે તે બેઉ વેબસ્ટર છે. બેઉ વેબસ્ટરને ઘરેલુ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનનો પુરસ્કાર ટેસ્ટ ડેબ્યૂના રૂપમાં મળવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં વેબસ્ટર એક જાણીતું નામ છે. તે એક મીડિયમ પેસર છે અને તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે.
ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટ-કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ .