પાટણ જિલ્લા આહીર સમાજ દ્વારા રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ
ગુજરાત આહીર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા ની રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલ ધરપકડ મામલે શનિવારે રાધનપુર નાયબ કલેકટરને પાટણ જિલ્લા આહીર સમાજ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લા આહીર સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગીરસોમનાથ જીલ્લા ના સુપાસી ગામના વતની હીરાભાઈ જોટવા અમારા આહીર સમાજમા અગ્રગણ્ય આગેવાન તેમજ સમાજના મોભી વ્યકિત છે. હીરાભાઈ માત્ર ગીરસોમનાથ જીલ્લા પુરતા જ નહિ પુરા ગુજરાત આહીર સમાજના અગ્રણી છે.
હીરાભાઈ જોટવાની કે તેમના પરીવારની કોઈ જ સિધ્ધી સંડોવણી ન હોવા છતા કોઈ એક વ્યકિતના કેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવાને પુછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે જે પુછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ તેની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતા તેઓની વિરુદ્ધ એફ.આઈ.આર નોંધી જે બીલકુલ યોગ્ય નથી. કેમ કે જેના ઉપર તહોમત લગાવવામાં આવે છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરીવાર નતો તેના માલીક છે કે ન તો ભાગીદાર છતા ઓન રેકોર્ડના પુરાવા વગર રાજકીય કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ અને ટોર્ચરીંગથી જે પ્રકીયા થઈ રહી છે તે ન્યાયીક નથી. ત્યારે આ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય કરવા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.