ભાજપની જ વિધાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મામલે ચક્કાજામ

ભાજપની જ વિધાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મામલે ચક્કાજામ

સરકાર દ્વારા વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો વિધાનસભાનો ઘેરાઓ કરવાની ચિમકી ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે ગુરૂવારે રાજ્યભરમાં વિધાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

પાટણમાં પણ ભાજપની વિધાર્થી પાખ ગણાતી ABVP દ્વારા પણ SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કેટલાક કાયૅકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.  ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટી ખાતે થી પોસ્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી ત્યાંથી ટીબી ત્રણ રસ્તા પર સરકારના પરિપત્ર ની હોળી કરી ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી શિક્ષણ મંત્રી અને સરકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.અને વિધાર્થી સંગઠન દ્વારા ટીબી ત્રણ માગૅ પર ચક્કાજામ કરતા પોલીસે કેટલાક કાર્યકરો ની ટીગાટોળી કરી પોલીસ ની વાનમાં બેસાડી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

વિરોધ પ્રદર્શન કરી રહેલા વિધાર્થી સંગઠને જણાવ્યું હતું કે અમે અમારી જ સરકાર ને પડકાર ફેંકીએ છીએ કે આ અમારું ટેલર છે જો વિધાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા માં મોટું આંદોલન કરી ગુજરાત ના તમામ સાંસદો અને ધારાસભ્યો ને આવેદનપત્ર આપવાની સાથે જરૂર પડશે તો વિધાનસભા નો ઘેરાવો પણ કરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *