પાલનપુરની સેશન્સ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજા અને ૭૦ હજાર રૂપિયા નો દંડ કર્યો
વડગામ તાલુકાની એક કોલેજમાં એક સગીરા અભ્યાસ કરતી હતી તે દરમિયાન વડગામ તાલુકાના મેગાળ ગામના રાજન ઉર્ફે રોહિત સરદારભાઈ પરમાર નામનો શખ્સ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો જેથી સગીરાને તેના પરિવારજનોએ પાલનપુર તાલુકાના એક ગામમાં પોતાના મામાના ઘરે મોકલી દીધી હતી. જોકે આ સગીરાને પરીક્ષા આવતા તે ૨૪/૧૧/૨૦૨૨ ના રોજ પેપર આપવા માટે કોલેજના પરીક્ષા ખંડમાં ગઈ હતી તે દરમિયાન આ આરોપી મોટરસાયકલ લઈ આવીને જોર જોરથી સગીરા ક્યાં છે મારે તેની સાથે લઈ જવી છે તેમ કહી અને હોબાળો કરતો હોઈ કોલેજના પ્રિન્સિપાલે તેને કૉલેજની અંદર ભેસાડી દીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. જોકે સગીરા સમગ્ર બાબતથી ગભરાઈ જતા તેને ૧૦૮ મારફતે પાલનપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ આ સગીરા દ્વારા વડગામ પોલીસ સ્ટેશનને ઉપરોક્ત શખ્સ સામે છેડતી અંગેનો ગુનો નોંધાવ્યો હતો.
જોકે જે અંગેનો કેસ પાલનપુરની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો. હતો જેમાં જરૂરી પુરાવા અને સરકારી વકીલ જશુભાઈ પટેલની દલીલોને ગ્રાહ રાખી ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટના જજ અમિત કાનાણીએ આરોપી રાજન ઉર્ફે રોહિત સરદારભાઈ પરમાર ને ત્રણ વર્ષની કેદની સજા અને ૭૦ હજાર રૂપિયા નો દંડ કરતો હુકમ કર્યો હતો.