સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં છેલ્લા ૩ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોઈ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જોકે ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હાલમાં કોલેજમાં નવિન વિદ્યાર્થીઓની એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી દિવસોમાં કોલેજનુ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થવા જઈ રહ્યું હોઈ કોલેજમાં પીવાના પાણીને અભાવે પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હોઈ બીજી જૂન સોમવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) થરાદ શાખા દ્વારા આવેદનપત્ર સ્વરૂપે નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. જો નગરપાલિકા દ્વારા ૧૦ દિનમાં પાણીની સમસ્યાનો નિવેડો નહી લાવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અને બનાસકાંઠા ભાગ સંયોજક સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી હતી.

- June 4, 2025
0
75
Less than a minute
You can share this post!
editor