પાટણ તાલુકાના સોલાર કેબલની ચોરીના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી. ટીમે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને વી.આર.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નાસતા ફરતા આરોપીને ગોલાપુર, પાટણ ખાતેથી પકડી પાડી બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ તાલુકા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- December 30, 2024
0 234 Less than a minute
You can share this post!
editor