અલ્હાબાદથી દિલ્લી જતી બસમાંથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ કરી હતી
યુપી પોલીસે પાંથાવાડા પોલીસને સાથે રાખી બે આરોપીઓને ઝડપી લીધા; ઉત્તર પ્રદેશના કોશામ્બી જીલ્લાના કોખરાજ પો.સ્ટે વિસ્તારમાથી થયેલ આંગડીયા લૂંટના આરોપીઓને સ્થાનિક પોલીસ યુ.પી.પોલીસની સાથે રહી દાંતીવાડા તાલુકાના પાંસવાળ ગામેથી ધરપકડ કરી યુ.પી.પોલીસને સોંપાયા છે.
મળતી વિગતો અનુસાર તા.૧૫ મે ૨૦૨૫ના રોજ અલ્હાબાદથી દિલ્લી જતી બસમાંથી કોખરાજ પો.સ્ટે વિસ્તારમા આવેલ જયસ્વાલ હોટલ આગળથી રોકડ રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- ની બેગની લુંટ થયેલ હતી જે અંગે કોખરાજ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૦૬/૨૦૨૫ BNS કલમ ૬૨/૩૦૯(૪) મુજબનો ગુનો નોંધાયેલ હતો. જેના ગુનાના કામે સિધ્ધાર્થસિહ SOG કોશામ્બી (ઉતરપ્રદેશ) તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને ગુનાના કામે તપાસમાં જવા માટે મદદ માટે રીપોર્ટ આપતા પાંથાવાડા પોલીસ મથકના પીઆઈ એમ.બી.બારડ સાથે પોલીસ જવાનો પોલીસ મહેન્દ્રસિહ, અમરતભાઇ, નરસીહભાઇ , તેજસભાઇ, વિક્રમસિંહ ઉતરપ્રદેશ પોલીસ સાથે જઇ આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કરી આરોપી નં.૧ પ્રવીણસિહ રામસિહ દેવડા તથા નં.૨ નિર્મળસિહ ઉદેસિહ દેવડા બંન્ને રહે.પાંસવાળ તા.દાંતીવાડાવાળાઓને પાંસવાળ ગામેથી પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ બંને ને ઉતરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યા હત .