સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પાલનપુર ડિફેન્સ એકેડમીનો ફરાર સંચાલક ઝડપાયો

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પાલનપુર ડિફેન્સ એકેડમીનો ફરાર સંચાલક ઝડપાયો

તાલીમ લેવા આવતી કિશોરીને BSFમાં નોકરી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું

પાલનપુરના અંબાજી હાઇવે પર આવેલ લાઇફ ડિફેન્સ એકેડમીમાં તાલીમ લેવા આવતી એક કિશોર વયની સગીરાને બીએસએફમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરનાર એકેડમીના સંચાલકે સગીરા સાથે અંગતપળનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી તેને બ્લેક મેઇલ કરવામાં આવતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઇ પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પાલનપુર તાલુકાના રતનપુર ગામનો પ્રવીણ રામાભાઇ કાંગશીયા નામનો ઇસમ પાલનપુરમાં અંબાજી હાઇવે પર લાઇફ ડિફેન્સ એકેડેમી ચલાવતો હોય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવક યુવતીઓ આ એકેડમીમાં તાલીમ મેળવવા આવતા હોય આ એકેડમીના સંચાલક પ્રવીણ કાંગશિયા પોતે પરણિત હોવા છતા તેની એકેડમીમાં તાલીમ લેવા આવતી એક સગીર વયની કિશોરીને બીએસએફમાં નોકરી અપાવવાની લાલચ આપી  તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથેના અંગત પળોના વીડિયો ઉતર્યા હતા.  આ વીડિયો વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બ્લેક મેઇલ કરતો હોય આખરે પીડિત સગીરાએ એકેડમીના સંચાલક પ્રવીણ કાંગશિયા વિરૂદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી ટિમો બનાવી આરોપીને ફરિયાદના છ દિવસમાં ઝડપી પાડયો હતો. તેમજ આરોપી અન્ય ચાર જેટલા ગુનામાં સંડોવાયેલ હોય તેની વધુ પૂછતાછ કરવા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *