ગાર્ડન અને સેલ્ફી પોઈન્ટ બનાવવાનું સૂચન; થરાદ નગરપાલિકામાં અમૃત ૨.૦ યોજના હેઠળ ટાંડા તળાવનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ૧.૭૬ કરોડના આ પ્રોજેક્ટમાં અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કંમ્પાઉન્ડ વૉલ, વૉક-વે અને સ્લોપ પ્રોટેક્શનનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સ્ટ્રીટલાઈટ, તળાવની પાળ પર ગ્રીલ અને ગેટનું પણ નિર્માણ થશે. નિરીક્ષણ દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, નગરપાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે ચાલી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. શંકરભાઈ ચૌધરીએ તળાવની સુંદરતા વધારવા માટે કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. તેમણે તળાવની પાળ પર ગાર્ડન બનાવવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત વોટર એટીએમ અને સેલ્ફી પોઈન્ટ બનાવવાની પણ સલાહ આપી હતી. આ સુવિધાઓથી તળાવ વિસ્તાર આકર્ષક બનશે અને લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બની રહેશે.
- April 20, 2025
0
384
Less than a minute
Tags:
- Amrut 2.0 Scheme
- Community Facilities
- Entertainment Area Development
- Environmental Enhancement
- Garden and Selfie Point Suggestions
- Gujarat Assembly Speaker
- Infrastructure Improvements
- Inspection Report
- Local Government Initiatives
- Rs 1.76 Crore Project
- Shankarbhai Chaudhary
- Tanda Lake Development
- Tharad Municipality
You can share this post!
editor

