થરાદ તાલુકામાં વિભાજન થઈને પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી સણધર ગ્રામ પંચાયત સમરસ બની હતી. જ્યાં ગ્રામજનોએ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી સરપંચ સહિતની બોડીમાં મહિલાની વરણી કરવામાં આવી હતી.
ડેલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ સણધર પંચાયત નવી બની હતી. જે પ્રથમ વખત જ સમરસ બની છે. ગામનો સર્વાંગી વિકાસ થાય મહિલાઓને રાજકારણનો અનુભવ થાય તે માટે સમસ્ત ગ્રામજનોએ મહિલાઓને સુકાન સોંપ્યું જેમાં ગોમતીબેન જગતાભાઈ પટેલની સરપંચ તરીકે નિમણૂક કરી તેમજ સરપંચ સહિત આઠ વોર્ડ માં પણ તમામ મહિલા સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. થરાદ તાલુકાના સણધર ગામની ગ્રામ પંચાયત મહિલા સશક્તિકરણનું આદર્શ ઉદાહરણ બનવા પામી હતી.