થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખૂબજ ગોપ્રેમી એવા વસંતભાઈ દેસાઈ જેવો થરાદ તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં નિરાધાર ફરતા ગૌવંશ માટે અલગ અલગ ગામડે ગામડે ફરીને લીલો ઘાસચારો ખવડાવી ગૌમાતાની સેવાનું એક અનોખું કાર્ય કરે છે. પાવડાસણ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર કાળુભાઈ કુંપાજી રબારી તરફથી પાવડાસણ, જડીયાલી, ઘાંણા, નાંદલા, અને ભાદરા આ પાંચ ગામની નિરાધાર ફરથી 500/600 જેવી ગૌમાતાઓને લીલો ઘાસચારો આપીને ગૌસેવાનું એક અનોખું કાર્ય કર્યું હતુ. અત્યારે થરાદ તાલુકાના સૌપ્રથમ આ એક એવા ઉમેદવાર છે જેમને પોતાના ગામની ગાયોની સાથે અલગ અલગ ગામડે નિરાધાર ફરતી ગાયો માટે એક ગાડી લીલો ઘાસચારો આપીને દરેક ગામોના ઉમેદવારોને એક અનોખો ગૌસેવા કરવા માટેનો સંદેશો આપ્યો હતો..
આ સેવાકીય કાર્યોમાં જીવણભાઈ, શામળાભાઈ, મુકેશભાઈ, વેલાભાઈ, મેઘાભાઈ, જીવાભાઈ, જોરાભાઈ, ભોળાભાઈ અને અન્ય બે યુવા મિત્રોએ લીલીચારની ગાડી ખાલી કરાવવામાં સાથ સહકાર આપ્યો હતો. વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દરેક ગામડે ગામડે પોત પોતાની ઈચ્છા અનુસાર એક એક ગૌમાતાની સેવા માટે દરેક લોકો આગળ આવે અને ગૌસેવા તરફ વળે અને દરેક ગામડે ગામડે ગૌમાતાઓની સેવા થાય એ માટે દરેક ગામના ગૌભક્તો અને આ જીવદયા પ્રેમીઓને વિનંતી પણ કરી હતી.


