પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ બનાસકાંઠા રેન્જ તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાનાઓએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કરબૂણ ગામે ખુન કરી નાસી ગયેલ. આરોપીને તાત્કાલિક પકડવા માટે સુચના કરતા (આર.એસ દેસાઈ) પોલીસ ઈન્સપેક્ટર પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૬/૦૩/૨૦૨૬ના રાત્રીના સમયે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કરબુણ ગામની સીમમાં મૃતક રણછોડજી ભોમાજી દરબારનું ખૂન થયેલ હોવાની હકીકત મળતા આ ખૂન ભાણાભાઈ ભીખાભાઈ માજીરાણા રહે.કરબુણ વાળાએ કરેલ હોવાનું હ્યુમન સોર્સ તથા ટેકનીકલ મદદથી જાણવા મળતા તાત્કાલિક પેરોલ ફર્લો સ્કોડે વાવ-થરાદની અલગ અલગ ત્રણ ટીમો બનાવી આ આરોપીની હ્યુમન સોર્સ તેમજ ટેક્નીકલ એનાલીસીસથી જાણવા મળેલ કે આરોપીએ ખૂન કર્યા બાદ થરાદથી અમદાવાદ બાજુના વિસ્તારમાં બસમાં જઈ રહેલ હોવાનું જાણવા મળેલ.
જેથી કરીને આરોપીનો પીછો કરી અડાલજ (અમદાવાદ) ખાતે જતી બસને ઉભી રખાવી આરોપીની ઓળખ કરી આરોપીને થરાદ પોલીસ સ્ટેશન બીએનએસ ક.૧૦૩(૧), ૬૧(૧), ૫૪ મુજબના ગુનાની આગળની તપાસના કામે રાઉન્ડ અપ કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. જે ખૂનના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ ટીમની સરાહનીય કામગીરીને જીલા પોલીસ વડા તેમજ રેન્જ આઇ.જી.એ બિરદાવી છે.

