કાંકરેજ તાલુકાની થરા પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને પતંગ દોરીથી બચવા માટે ટુ વ્હીલરનાં સ્ટેરીંગ પર લોખંડ સેફટી ગાર્ડ રિંગો લગાવી થરા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમા થરા પોલીસ મથકનાં પીઆઈ આર.એસ.ઝારિયા તથા થરા ટ્રાફિક પોલીસ તેમજ જીતુભાઈ દ્વારા ટુ વ્હીલર ચાલકોને ઉતરાયણ નજીક હોઈ પતંગ દોરી દ્વારા કેટલાય ટુ વ્હીલ ચાલકોને મોઢા તેમજ ગળાનાં ભાગે દોરીથી જીવલેણ ઈજાઓ થતી હોય છે જેનાંથી બચવા માટે સ્ટેરીંગ આગળ લોખંડની રીંગ સેફટી ગાર્ડ થરા પોલીસ દ્વારા લગાવી સરાહનીય કામગીરી કરવામાં આવેલ. આ કામગીરીને તમામ બાઇક ચાલકોએ બીરદાવી હતી.
- January 13, 2025
0
72
Less than a minute
You can share this post!
editor