ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી 5 મેચની ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી ટેસ્ટ મેચ પહેલા પટૌડી ટ્રોફી તરીકે જાણીતી હતી, જેનું નામ હવે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચમાં, ECB એ પટૌડી પરિવારને એક પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ આ ટ્રોફીને નિવૃત્ત કરવા માંગે છે. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીને પણ એક નવું નામ આપવામાં આવ્યું છે, જે વિશ્વ ક્રિકેટના બે મહાન ખેલાડીઓ, સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર રાખવામાં આવ્યું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ તેંડુલકર–એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે.; સચિન તેંડુલકરે લાંબા સમય સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યારે જેમ્સ એન્ડરસને ઝડપી બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. બીબીસી સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી ટેસ્ટ મેચ હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે, જેની પહેલી મેચ 20 જૂને હેડિંગ્લી ખાતે રમાશે. ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ઇસીબી દ્વારા ટ્રોફીના નવા નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.