તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ શુક્રવારે ઇન્દિરા કેન્ટીનનું નામ બદલવાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અન્નપૂર્ણા કેન્ટીનનું નામ બદલીને ઇન્દિરા કેન્ટીન કરવાનો વિરોધ કરી રહેલા લોકો મૂર્ખ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે આ લોકો પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની મહાનતા સમજી શકશે નહીં જ્યાં સુધી તેમના કપડાં ઉતારવામાં નહીં આવે અને તેમને મારવામાં નહીં આવે. રેડ્ડીના નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે. હૈદરાબાદ ભાજપ પ્રમુખ રામચંદ્ર રાવે સીએમ રેડ્ડીના નિવેદનનો વિરોધ કર્યો છે.
ઈન્દિરા ગાંધી દ્વારા શરૂ કરાયેલા કલ્યાણ અને વિકાસ ગરીબોના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે અને તેથી જ અમે ઈન્દિરા ગાંધીના નામ પર કલ્યાણકારી યોજનાઓ બનાવી રહ્યા છીએ. અમે હૈદરાબાદમાં ગરીબોને 5 રૂપિયામાં ભોજન પૂરું પાડવા અને તેમને નાસ્તો પણ આપવા માટે કેન્ટીનનું નામ ઈન્દિરા ગાંધી રાખ્યું છે. આ મૂર્ખ લોકોએ ઈન્દિરા ગાંધીના નામ પર કેન્ટીન રાખવાનો વિરોધ કર્યો. જ્યાં સુધી તેમને કપડાં ઉતારીને મારવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ ઈન્દિરા ગાંધીની મહાનતા સમજી શકશે નહીં,” તેવું રેડ્ડીએ કહ્યું હતું.
રેવંત રેડ્ડીના આ નિવેદનથી ફરી એકવાર વિપક્ષને મુખ્યમંત્રીની નીતિઓ અને કાર્ય પર જ નહીં પરંતુ તેમની ભાષા પર પણ સવાલ ઉઠાવવાની તક મળી છે. કેટીઆરએ આનો વિરોધ કર્યો અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે તેઓ બંધારણ અને નીતિઓ વિશે વાત કરે છે, જ્યારે તેમના મુખ્યમંત્રી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.