ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૯ ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. બધી ટીમો હાલમાં ટુર્નામેન્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ પણ દુબઈમાં આગામી ટુર્નામેન્ટ માટે સખત મહેનત કરી રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાએ નવી જર્સી લોન્ચ કરી
ટુર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાની જર્સીનો પહેલો લુક ચાહકો સાથે શેર કર્યો. આ જર્સીમાં એક ખાસ વસ્તુ જોવા મળી છે જે પહેલા ચર્ચાનો વિષય બની હતી. ખરેખર ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું છે. આ વિશે હવે ઘણી ચર્ચા થઈ રહી છે.
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીરો શેર કરી છે જેમાં બધા ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર સહિત તમામ 15 ખેલાડીઓએ આ નવી જર્સીમાં ફોટોશૂટ કરાવ્યું. તેની તસવીરો BCCI ના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની આ નવી જર્સી પર યજમાન પાકિસ્તાનનું નામ લખેલું છે.
ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ કેમ છે?
તમને જણાવી દઈએ કે ભલે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાઈ રહી હોય, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન પાસે છે. આ કારણોસર, આ ટુર્નામેન્ટ માટે જે પણ ટીમ જર્સી લોન્ચ કરશે, તેના પર પાકિસ્તાનનું નામ ચોક્કસપણે લખાયેલું હશે. નિયમો અનુસાર, દરેક ટીમની જર્સી પર યજમાન દેશનું નામ હોવું ફરજિયાત છે. જોકે આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું નહીં હોય. આ અંગે પાકિસ્તાનમાં ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની અપડેટ કરેલી ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.