અંબાજીમાં ચાની કિટલીના માલિકને અધધ ૮૧,૬૩૪ રૂપિયાનું લાઈટબિલ

અંબાજીમાં ચાની કિટલીના માલિકને અધધ ૮૧,૬૩૪ રૂપિયાનું લાઈટબિલ

માત્ર ૧૧૬ યુનિટના વપરાશ સામે ૮૧,૬૩૪ રૂપિયાનું બિલ આવ્યું; અંબાજી મંદિર પાછળ માન સરોવર નજીક આવેલી એક નાની ચાની કિટલીના માલિકને સ્માર્ટ મીટરનું આંચકાજનક બિલ મળ્યું છે. તેમને માત્ર ૧૧૬ યુનિટના વપરાશ સામે ૮૧,૬૩૪ રૂપિયાનું વીજબિલ આવતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ચાની કિટલીના માલિકે આ અંગે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં તેમનું માસિક વીજબિલ ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયાની વચ્ચે આવતું હતું. મોબાઈલમાં સ્માર્ટ મીટરનું બિલ જોતાં જ તેઓ ચિંતિત બની ગયા હતા.આ મામલે તેમણે યુજીવીસીએલનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેમને સોમવારે ઓફિસમાં આવવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટના બાદ વિસ્તારના અન્ય વેપારીઓ પણ સ્માર્ટ મીટરના બિલને લઈને ચિંતિત બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *