ઊંઝા નજીક બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું ગણતરીના દિવસોમાં ઉકેલાયું

ઊંઝા નજીક બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું ગણતરીના દિવસોમાં ઉકેલાયું

ગત થોડા દિવસો અગાઉ મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક સ્વેટર ભરીને જતી ઇકો કરા ચાલકની આર્થિક તંગીના લીધે લૂંટ કરીને હત્યા નિપજાવી હતી ત્યારે બાદ ઇકો કારણે નજીકના કપી ગામમાં અવાવરું સ્થળે સંતાડી તેના ટાયર ને મશીન કાઢીને વહેંચવાની ફિરાક સાથે આચરેલું હત્યાનું પગલું મહેસાણા જિલ્લા એલસીબીની ટીમે નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ ટિમ બનાવી તે દિશામાં શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં જેતે સ્થળે મળેલી માહિતીના આધારે વિગતે ઊંડાળપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરતા બનાવના ગણતરીના દિવસોમાં જ સમગ્ર લૂંટ વિથ મર્ડરનો ભેદ ખોલીને આર્થિક તંગીના કારણે હત્યાનો અંજામ આપનારા બન્નેય આરોપીઓને રંગે હાથ ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાની માહિતી જોવા જઈએ તો ગત થોડા દિવસો અગાઉ જ સિદ્ધપુરના દેથળીથી ઇકો કાર ભાડે કરી ઊંઝાના અમૂઢ ગામ નજીક ઇકો કારના ચાલકને પૈસા કમાવવાની ફિરાકમાં લૂંટી કેવાના ઈરાદાથી માર મારી હત્યા નિપજાવીને બે અજાણ્યા શખ્સોએ કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. શરૂઆતના તબક્કે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો જાણ્યા બાદ શંકાના આધારે લૂંટ વિથ મર્ડરની આ ઘટનાની ઊંડાણપૂર્વકની ટોઆસ આદરી હતી. જે ઘટનામાં ઇકો કાર ચાલક ઘટના સ્થળે ગંભીર હાલતમાં જણાઈ આવતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ત્યાં ઠાકોર પ્રતાપજી જીવાજી નામના ઇકો કાર ચાલકનું સારવાર દરમિયાન ગંભીર ઇજાઓના લીધે મોત નીપજ્યું હતું.

પરંતુ સમગ્ર ઘટનાના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબીની ટીમે સમગ્ર કેસની તપાસનો ધમધમાટ શરૂ કરતા ગણતરીના દિવસોમાં જ લૂંટ ચલાવી હત્યાને અંજામ આપનાર બે શખ્સને મહેસાણા એલ સી બી એ ઝડપી લીધા હતાં. આ આર્થિક તંગીને પહોંચી વળવા ગુનાહિત રસ્તે ચડીને લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર ઠાકોર વિપુલજી કપુરજી અને નાયી નિલેશ પ્રવીણભાઈને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બાતમી માલતાની સાથે જ શંકાના ધોરણે પોલીસને ઊંઝા નજીક ટ્રભ લાસે વાળીનાથ મંદિર નજીક ઇકો કારના સ્ટીકર કાઢવાની બાતમી મળી હતી જે બાતમી આધારે મહેસાણા એલસીબીએ આ ગુનાને અંજામ આપનાર બંને શખ્સને રંહે હાથ ઝડપી લઈ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી હત્યાની વધુ વિગતો બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઊંઝા નજીક બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું ગણતરીના દિવસોમાં ઉકેલાયું છે ત્યારે નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ દ્વારા એલસીબી પીઆઈ જે.પી.સોલંકીને સાથે રાખી એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં સમગ્ર ઘટના બાબતે પ્રકાશ પાડી એલસીબી પોલીસની ટીમની કામગીરીને બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *