તમિલનાડુના તુતીકોરિન એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી છે. આ ધમકી બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઈ-મેલ દ્વારા બ્લાસ્ટની ધમકી મોકલવામાં આવી હતી.
બોમ્બની ધમકી મળ્યા બાદ તૂતીકોરિન એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તુતીકોરિન એરપોર્ટ સત્તાવાળાઓએ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે. એરપોર્ટ પર ડોગ સ્કવોડ તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટના દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે. તુતીકોરીન એરપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસે જણાવ્યું કે એરપોર્ટ પર મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જો કે, અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી.