પાટણની રથયાત્રામાં અંગદાન જાગૃતિ અંગેના ટેબલો અને ઝાંખીએ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

પાટણની રથયાત્રામાં અંગદાન જાગૃતિ અંગેના ટેબલો અને ઝાંખીએ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

અંગદાન અંગેની માહિતી પ્રદાન કરતી પ્રચાર પત્રિકાઓનું શ્રધ્ધાળુઓમા વિતરણ કરાયું; પાટણમાં નિકળેલી ભગવાન જગન્નાથ ની 143મી રથયાત્રામાં ચાલુ સાલે સૌ પ્રથમવાર અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને નીરજ સેવા ટ્રસ્ટ સાથે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને ક્રીમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંગદાન અંગેની લોકજાગૃતિ માટે અંગદાન અંગેના ટેબલો અને ઝાંખી પણ જોડવામાં આવી હતી. જે ટેબલો અને ઝાંખી રથયાત્રા મા અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું અને લોકોએ પણ અંગદાન વિશે માહિતગાર બની અંગદાન માટે ની પ્રેરિત બન્યાં હતાં.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયેલા આ ટેબલો અને ઝાંખીએ અંગદાન મહાદાન અને અંગદાનનો સંકલ્પ કરી અંગોની પ્રતીક્ષા કરતા આપણા જ સ્વજનો માટે દેવદૂત બનીએ તેવા સૂત્રો દ્વારા લોકોને અંગદાન માટે જાગૃત કરી રથયાત્રા મા જોડાયેલા અને દશૅનાર્થે પધારેલા લાખો શ્રદ્ધાળુઓમા પ્રચાર પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

રથયાત્રા મા સૌ પ્રથમ વખત ચાર સંસ્થાઓએ સંયુક્ત રીતે જોડેલ અંગદાન જાગૃતિ અંગે ના આ ટેબલો અને ઝાંખીમાં અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલના માર્ગદર્શન હેઠળ દર્શકભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ જોશી, સ્નેહલભાઈ પટેલ અને ધરિતભાઈ મહેતા સહિતની ટીમ દ્વારા લોકોને પ્રત્યક્ષ રીતે અંગદાન શું છે અને તેનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *