ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર અકસ્માત:પૂરઝડપે આવતા ટ્રકે સ્વિફ્ટ ડિઝાયરને ટક્કર મારી, કાર ચાલકને ઈજા પાલનપુર નિવાસી તેજપાલસિંહ રાઠોડ અમદાવાદ એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કલ્પેશ કોર્પોરેશન ફેક્ટરી પાસે તેમની સ્વિફ્ટ ડિઝાયર કારને પાછળથી આવી રહેલી ટાટા કંપનીની ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કાર ચાલક તેજપાલસિંહને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે તેમની કારને અંદાજે ₹2.50 લાખનું નુકસાન થયું હતું. મૂળ રાજસ્થાનના માઉન્ટ આબુના વતની અને હાલમાં પાલનપુરની વીરકૃપા સોસાયટીમાં રહેતા તેજપાલસિંહે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટાટા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- February 12, 2025
0 225 Less than a minute
You can share this post!
editor