બનાસકાંઠામાં ભુસ્તર વિભાગનો સપાટો : એક કરોડ નો મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠામાં ભુસ્તર વિભાગનો સપાટો : એક કરોડ નો મુદ્દામાલ કબ્જે

થરા ભલગામ ટોલ પાસેથી પાસ પરમીટ વગરના ત્રણ વાહનો કબ્જે કર્યા; બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં સતત સફળ રહી છે ત્યારે આજે વહેલી સવારે ભૂસ્તર વિભાગની ટીમ થરા ભલગામ ટોલનાકા પાસે ખનીજની ચોરી કરતાં ત્રણ વાહનો ઝડપી ₹ 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાસકાંઠા ભુસ્તર શાસ્ત્રી ગુરપ્રિત સિંહ સારસ્વા ની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ સતત રાત દિવસ સરકારી અને ખાનગી વાહનોમાં ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપવા તેમજ ખનીજ ચોરી કરતાં વાહનો ને કબજે કરવા સફળ રહી છે. અગાઉ બનાસ અને સીપુ નદીમાંથી કાયદેસર ખનન કરતા હિટાચી મશીન અને ડમ્પરો કબજે કરી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડેલ.

ત્યારે ભુસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા ના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં થરાના ભલગામ ટોલ નાકા પાસેથી પસાર થતા સાદીરેતી ભરેલા વાહનો જેના નંબર (1) GJ 08 Z 3883 (2) GJ 08 AW 2082 (3) GJ 24 X 4849 જે વાહન ચાલકો પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા મળી આવેલ નહીં જેથી ત્રણેય વાહનો ને થરા પોલીસ મથકે લાવી રૂપિયા એક કરોડના મુદ્દામાલ ને સીઝ કરી પોલીસ ને સુપરત કરેલ અને આગળની દંડનીય કાર્યવાહી ભુસ્તર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનન ચોરી કરતા તત્વોમાં હવે ફાફડાટ ફેલાયો છે. જોકે ભૂસ્તર વિભાગની ટીમ પણ ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપવામાં સફળ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *