સુરત; સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો

સુરત; સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાએ હચમચાવી નાખ્યા છે. ખરેખર, સુરત શહેરમાં, 23 વર્ષીય ટ્યુશન ટીચર અને 13 વર્ષના સગીર વિદ્યાર્થી વચ્ચે કથિત ગેરકાયદેસર સંબંધોનો મામલો પ્રકાશમાં આવ્યો. આ બાબત સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની હતી. આ કેસમાં સુરત ડીસીપીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે અપહરણનો કેસ નોંધ્યો હતો. પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. આ ઘટના 25 એપ્રિલના રોજ બની હતી. અમે આ કેસમાં પોસ્કોની કલમો ઉમેરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી છે. જ્યારે આ શિક્ષિકાની મેડિકલ તપાસ કરાવી તો નવો ઘટસ્ફોટ થયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષિકા ગર્ભવતી હોવાથી અજાણ હોવાનું જણાવી રહી છે. જેથી હવે આ ગર્ભને રાખવો કે નહીં એને લઈને અસમંજસ સર્જાઈ છે. શિક્ષિકાના કાઉન્સેલિંગ બાદ નિર્ણય લેવાય એવી શક્યતા છે. પોલીસે જ્યારે આ શિક્ષિકાની મેડિકલ તપાસ કરાવી તો નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાંનો, એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મામલાની ગંભીરતા જોઈને પોલીસે વિદ્યાર્થીની તબીબી તપાસ પણ કરાવી જેમાં તે પિતા બનવા માટે શારીરિક રીતે સક્ષમ હોવાનું બહાર આવ્યું. જોકે, નક્કર પુરાવા માટે ડીએનએ ટેસ્ટ હજુ બાકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *