વાવ-થરાદ-સુઇગામના અસરગ્રસ્તોની વ્હારે: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પાલનપુર દ્વારા 6,000 કીટ તૈયાર કરાઇ

વાવ-થરાદ-સુઇગામના અસરગ્રસ્તોની વ્હારે: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પાલનપુર દ્વારા 6,000 કીટ તૈયાર કરાઇ

‘સમાજ હૈ આરાધ્ય દેવ હમારા, સેવા હૈ આરાધના..,એ પંક્તિને ચરિતાર્થ કરતા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બનાસકાંઠા જિલ્લાના વાવ- થરાદ, સુઈગામના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું છે. જેમાં ભારે વરસાદથી તારાજ બંધુઓ માટે 6000 જેટલી રાશન કીટ તૈયાર કરી છે.

ગત બે દિવસથી બનાસકાંઠા જિલ્લા ના વાવ-થરાદ-સુઈગામ સહિતના તાલુકામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે કુદરતી આપદામાં ફસાયેલા બંધુઓને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે પાલનપુર નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આગળ આવ્યા છે.

થરાદ, વાવ, સુઈગામ વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થયેલ છે. જેને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વંય સેવકો દ્વારા ગઈકાલ સાંજે કરિયાણાની 200 કીટો બનાવીને મોક્લાવી હતી. ત્યાંની સ્થિતિને ધ્યાનમાં લેતા હજી વઘારે 4000 કીટો મોકલવાની છે. ત્યારે સંઘના સ્વંય સેવકો દ્વારા 6000 રાશન કીટ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *