ઉનાળા ઉતરાર્ધ ગરમીનો પ્રકોપ : બનાસકાંઠામાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

ઉનાળા ઉતરાર્ધ ગરમીનો પ્રકોપ :  બનાસકાંઠામાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

ઉનાળાના ઉતરાર્ધ ફરી એકવાર ગરમી તેનો અસલી મિજાજ બતાવતા વહેલી સવારથી મોડી સાંજ સુધી બનાસવાસીઓ આકરી ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા છે.  મે મહીનાની શરૂઆતમાં વાતાવરણમાં આવેલા પલટાથી જીલ્લામાં કમોસમી વરસાદ થવા પામ્યો હતો. જેના કારણે મહત્તમ તાપમાનમાં ધટાડો થયો હતો અને પ્રજાજનોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ ત્યારબાદ ગરમીનો પારો સતત ચડતો રહેતા છેલ્લા અઢાર દિવસ બાદ ફરી એકવાર મહતમ તાપમાન ૪૦.૨ ડીગ્રી એ પહોંચતા ગરમીના પ્રકોપથી ડીસા વાસીઓ અસહ્ય બની રહ્યા છે. સવારના ૯ વાગ્યાથી સૂરજદેવ તપવા લાગતા મોડી રાત સુધી આકાશમાંથી અગનગોળા રૂપી ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બપોરના સમયે તો અતિશય ગરમીના કારણે શહેરી તથા ગ્રામીણ વિસ્તારના બજારો અને રસ્તાઓ સૂમસામ બની રહ્યા છે. કાળઝાળ ગરમીના પગલે લોકો પણ પોતાનું કામકાજ ફટાફટ પતાવી ગરમીના સમયે આરામ કરવાનું હિતાવહ સમજી રહ્યા છે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ યથાવત રહેવા શક્યતાઓ દર્શાવી છે અને આગામી સમયમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે ગરમી સાથે પરસેવો વળતો હોય્ છે

આ અંગે કેટલાક નિષ્ણાતોના મતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. જેના કારણે ગરમીની સાથે પરસેવો વળતો હોય છે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેમાં છોયડામાં પણ પરસેવો સુકાતો નથી.

અરબી સમુદ્ર સર્જાનાર વાવાઝોડાની અસરથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા

ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા અરબી સમુદ્રમાં સર્જાનાર વાવાઝોડાની અસરના કારણે આગામી સમયમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પ્રિમૌન્સુન એક્ટિવિટીને લઈ વરસાદની પણ શરૂઆત થઈ છે. ત્યારે આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટા સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *