પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો પ્રારંભ

પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો પ્રારંભ

“કેચ ધ રેન” ‘ હર બુંદ અનમોલ ‘(એવરી ડ્રોપ કાઉન્ટ્સ)નાં વિઝનને સાકાર કરવાનો સંકલ્પ; જળ સંપત્તિ, વન વિભાગ,નગરપાલિકા, નર્મદા વિભાગ, અને મનરેગા વિભાગના સંકલનમાં જિલ્લામાં ૨૩૧ કામો પ્રગતિ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી ‘કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

ત્યારે પાટણ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ , જિલ્લા વિકાસ અધિકારી સી. એલ.પટેલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.કે મકવાણાના માર્ગદર્શન હેઠળ ‘કેચ ધ રેઈન -સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો જિલ્લા ભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જળ સંપત્તિ, વન વિભાગ, નગરપાલિકા, નર્મદા વિભાગ, અને મનરેગા વિભાગના સંકલનમાં જિલ્લામાં 231 કામો પ્રગતિ હેઠળ છે.

આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસિલ્ટિંગ, જળાશયો અને નદીઓનું ડીસિલ્ટિંગ, હેડ વર્ક તથા સંપ ની સફાઈ, કેનાલની સાફ સફાઈ, ગટરની સાફ સફાઈ, નુકસાન પામેલા ચેકડેમોની મરામત, નહેરો અને કાંસની જાળવણી કરાશે. વરસાદી પાણીનો સંગ્રહ, ખેત તલાવડી, માટીપાળા, વનતળાવ અને પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ જેવા કામો પણ હાથ ધરાશે.જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇન – 2025નો ઉદ્દેશ જળ સંરક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને કામગીરીને વેગ આપવાનો છે, જે ‘ હર બુંદ અનમોલ ‘ (એવરી ડ્રોપ કાઉન્ટ્સ)નાં વિઝનને સાકાર કરવાનો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *