જિલ્લામાં પ્રથમવાર સ્વીટ બ્રાઝીલ નવીન જાતનું વાવેતર; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના અજમલભાઈ વેનાજી પટેલ 2011 માં એમ.એ.અર્થશાસ્ત્રનો અભ્યાસ પુર્ણ કરી 2013 થી 2016 સૂધી ડીસા કોલેજમાં એડહોક પ્રોફેસર તરીકે જોડાયા હતા. પરંતુ પછી બાપ દાદાના વ્યવસાયમાં જોડાઈ પરંપરાગત ખેતીમાં એરંડા, રાયડાનું વાવેતર કરતાં હતાં પણ ખેતી ખર્ચ વધી જતા અને પોષણક્ષમ પણ ભાવ નાં મળતા અજમલભાઈએ નવીનતમ પાક મોસંબીની ખેતી કરી સફળતા મેળવી છે.
બાગાયત ખાતાનાં માર્ગદર્શન હેઠળ જૈન ઇરીગેશન જલગાંવ (મહારાષ્ટ્ર) જઈ ત્યાંના લીંબુ વર્ગીય ફળ પાકોની ખેતી જોઈ પછી મોસંબીની સ્વીટ બ્રાઝિલ નવીન જાતનું 10/12 ફુટના અંતરે 700 રોપાનું વાવેતર કર્યું. વાવેતરનાં ત્રીજા વર્ષે એક છોડમાંથી 35 કિલોનું ઉત્પાદન મેળવેલ તથા મુંબઈ અને અમદાવાદથી વેપારી આવીને ઘેર બેઠા 45 થી 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મોસંબી લઈ ગયેલ. મોસંબીના વાવેતર માટે સરકારના બાગાયત વિભાગ નાયબ બાગાયત નિયામકની કચેરી, બનાસકાંઠા દ્વારા સહાય પણ મળેલ છે. જેથી અન્ય ખેડુતો પણ બાગાયતી પાકો તરફ વળે તે માટે અપીલ કરી અને સિઝનમાં સારી આવક પણ મેળવી રહ્યા છે. અન્ય ખેડુતો પણ ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે તથા બોનસમાં ટપક પદ્ધતિ મારફત ખેતી હોવાથી પાણીનો પણ બચાવ થઈ રહયો છે.