ડીસા સહિત જીલ્લામાં ગરમી ભર્યા વાતાવરણને લઈ પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ મીટ મોડી રહ્યા છે. અને ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણાવા લાગી છે. એ સાથે જ હવે શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરૂં થઇ અને નવું સત્ર શરૂ થયુ છે જેને લઇ મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યા જોવા મળે છે.
ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠતા મુખ્ય બજારોની ચહલ-૫હલ જોવા મળી રહી છે. પુસ્તક બજારોમા બાળકો તેમના માતા-પિતા સાથે પાઠ્ય પુસ્તકો, નોટબુકો ડાયરા અને દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. વાલીઓના ધસારાને લઈ પુસ્તકો તથા શિક્ષણિક સાધન-સામગ્રીની ખરીદીએ બજારોમાં એકાએક તેજી લાવી દીધી છે. બજારમાં પાઠ્ય પુસ્તકો તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મ તૈયાર તેમજ એ નામળે તો તે માટેનુ કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાથી વાલીઓ ઉમટી પડતા ભારે ભીડ જામી રહી છે.
ઉપલા ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓ નવા વર્ગમાં જવાનો ઉત્સાહ અને નવા પાઠ્યપુસ્તકો ખરીદવાનો ઉત્સાહ બજારોમાં જામેલી ભીડમાં જોવા મળી રહી છે. ડીસા સહિત જીલ્લા ના ગ્રામ્ય પંથકમાં આવેલી શાળાઓના યુનિફોર્મ ભિન્નભિન્ન હોવાથી દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાનો યુનિફોર્મ, ટાઈ, બુટ-મોજા વિગેરે ખરીદવા યુનિફોર્મ વેચતી દુકાનો પર ભીડ જોવા મળી હતી પાઠ્યપુસ્તકો તથા શિક્ષણિક સાધનસામગ્રી ખરીદવાની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. માધ્યમિક તથા ઉચ્ચ તર માધ્યમિક વિભાગના પાઠ્ય પુસ્તકો ખરીદવાનો ધસારો પણ વધી ગયેલ છે. સાથોસાથ વાલીઓ પોતાનાં સંતાનોને સારા અને ઉચ્ચ ૫રિણામ મેળવતા. ટ્યુશન કલાસમાં પ્રવેશ તથા સ્કૂલોમાં એડમિશન અપાવવા માટે પણ દોડધામ કરી રહ્યા છે.