પરીક્ષામાં ગેરરીતિ મામલે એક સપ્તાહમાં યોગ્ય પગલાં નહી ભરાઈ તો યુનિવર્સિટી ખાતે ધારણા કરવાની ચીમકી
પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાની ગેરરીતી મામલે ત્રણ સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપાઈ; પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ એક્સપરીમેન્ટલ કોલેજમાં MSc સેમેસ્ટર-4ની પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે સોમવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો.
વિધાર્થી નેતાએ યુનિવર્સિટી રજીસ્ટાર સમક્ષ માત્ર પ્રાંતિજ કોલેજ જ નહીં, પરંતુ HNGU સાથે સંલગ્ન અન્ય કોલેજોમાં ચાલતા બીએડ,નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમોમાં થતી અનિયમિતતાઓ અંગે પણ પ્રશ્નો ની ઝંડી વરસાવી હતી. આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ HNGUના રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કરી કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો એક સપ્તાહમાં આ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
વિધાર્થી નેતાની રજુઆત પગલે યુનિવર્સિટીએ ગંભીર નોંધ લેતા પ્રાંતિજ કોલેજમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ માટે તાત્કાલિક ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તો રજિસ્ટ્રારના જણાવ્યા અનુસાર આ સમિતિ એ કોલેજના CCTV ફૂટેજ, સિનિયર-જુનિયર અધ્યાપકોના નિરીક્ષણ અહેવાલ અને યુનિવર્સિટીના સ્ક્વોડના અધ્યાપકોના રિપોર્ટની તપાસ કરશે તેવું જણાવ્યું હતું. વધુ મા તેઓએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.