ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે 8:45 વાગ્યે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શિનજિયાંગમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ 41.65 ઉત્તર અક્ષાંશ, 81.14 પૂર્વ રેખાંશ હતું. તેની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતી.
9 ઓક્ટોબરના રોજ ચીનના દક્ષિણપશ્ચિમ સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપ ગાંઝી તિબેટીયન સ્વાયત્ત પ્રીફેક્ચરના ઝિનલોંગ કાઉન્ટીમાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કાંગડિંગ શહેરથી આશરે 216 કિલોમીટર દૂર હતું અને ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હતી.
સોમવારે રાત્રે ૯:૨૮ વાગ્યે (IST) ભારતના લદ્દાખના લેહ વિસ્તારમાં ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગિલ નજીક હતું, જે લેહથી લગભગ ૨૮૪ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં ૩૬.૬૮° ઉત્તર અક્ષાંશ અને ૭૪.૩૯° પૂર્વ રેખાંશ સાથે હતું. ભૂકંપની ઊંડાઈ ફક્ત ૧૦ કિલોમીટર હતી. સ્થાનિક સ્તરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

