પાટણ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે તાજેતરમાં દલિત સમાજના લગ્ન પ્રસંગે લઘુમતી સમાજના લોકોએ ડીજે વગાડવાના મામલે કરેલી મારામારીની ઘટનાના દલિત સમાજ સહિત અન્ય સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.ત્યારે દલિત સમાજના રાજકીય આગેવાનો પણ આ ઘટનાને ગંભીર ગણી લઘુમતી સમાજના આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.મંગળવારના રોજ પૂર્વ પેનલ સ્પીકર લોકસભા, પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ નાં ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ તેમજ પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના રાજુભાઈ પરમારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ભીલવણ ગામ ખાતે દલિતો ઉપર થયેલ અત્યાચારની ઘટના સંદર્ભે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી ત્યારબાદ તેઓએ અસર ગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ દલિત પરિવારને સંપૂર્ણ પણે ન્યાય મળે અને દલિતો સાથે કરાયેલ અમાનવિય વ્યવહાર અને વર્તન બદલ જે પણ કસુરવાર છે તે તમામ લધુમતી સમાજના તત્વો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવી ધટના ને શખત શબ્દો માં વખોડી દલિત સમાજના લોકોને હિમંત પુરી પાડી સાંત્વના આપી હતી.દલિત સમાજના રાજકીય આગેવાનોની ગામે દલિત પરિવારને મુલાકાત દરમિયાન પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા, અરુણભાઈ સાધુ, પ્રવીણભાઈ વકીલ સહિત દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.