પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી કચેરીઓમાં આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી

પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી કચેરીઓમાં આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી

પોલીસે નો પાર્કિગ ઝોનમાં ઉભા રાખેલા 50 વાહન ચાલકોને ઓનલાઈન મેમો પધરાવ્યા; પાલનપુર જોરાવર પેલેસની સરકારી કચેરીઓમાં આવતાં અરજદારો પોતાના વાહનો નો પાર્કિગ ઝોનમાં આડેધડ પાર્કિગ કરીને જતાં રહેતાં હોય છે. જ્યાં ટ્રાફિક થતું હોઇ સોમવારે આવા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી.અને નો પાર્કિગ ઝોનમાં ઉભેલા વાહનોને ઓન લાઈન મેમો આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 50 જેટલાં આડેઘડ પડેલાં વાહનોના ચાલકોને ઓનલાઈન મેમા આપતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

છેલ્લાં ઘણા સમયથી જોરાવર પેલેસ કચેરીમાં આવતાં વાહન ચાલકો ગમે ત્યાં નો પાર્કિગ ઝોનમાં વાહનો મૂકીને પોતાનાં કામ અર્થે નીકળી જતાં હતાં. જેનાથી જોરાવર પેલેસની કચેરીઓમાં ટ્રાંફિક સર્જાતા સામાન્ય અરજદારો મુશ્કેલીમાં મુકાતાં હતાં. જ્યાં નો પાર્કિંગમાં ઉભેલા વાહનોને  ઓનલાઈન મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવતાં લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *