ડીસામાં રખડતાં પશુઓનો રોડ ઉપર અડિંગો : માર્ગ અકસ્માતનો ભય

ડીસામાં રખડતાં પશુઓનો રોડ ઉપર અડિંગો : માર્ગ અકસ્માતનો ભય

પાલિકા તંત્રની રખડતા પશુઓને પકડવામાં ઉદાસીનતા

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાને લઇને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અનેકવાર રખડતાં પશુઓ રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે જ્યારે ગુજરાત હાઈકોર્ટે અને રાજય સરકાર સહિત જિલ્લા કલેકટર દ્વારા પણ શહેરી વિસ્તારમાંથી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે સ્થાનિક નગરપાલિકા અને વહીવટી તંત્રને કડક સુચનાઓ આપવામાં આવી છે તેમ છતાં ડીસામાં જાહેર માર્ગો ઉપરરખડતા પશુઓ મોટી સંખ્યામાં ફરતા જોવા મળી રહ્યા છે.

ડીસાના મુખ્ય એવા શાક માર્કેટના રોડ ઉપર આ રખડતા ઢોરનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. દિવસ દરમિયાન આ રખડતા ઢોરના કારણે અકસ્માત સાથે શહેરીજનો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે આ રખડતા પશુઓના કારણે અહીં થઈ પસાર થવામાં પણ વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે તેમ છતાં પણ આ રખડતા પશુઓ મામલે પાલિકા તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી. રખડતા ઢોર મામલે  જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર લેખિત અને  મૌખીક રજુઆત થવા છતાં પણ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.તેથી લોકોમાં રોષ છવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રખડતા ઢોરે અનેક સિનિયર સિટીજન સહિત મહિલા બાળકોને ઈજાગ્રસ્ત કરવા ઉપરાંત મોતને ઘાટ પણ ઉતાર્યા હોવા છતાં પણ આ બાબતને તંત્ર દ્વારા ગમ્ભીરતા દાખવવામાં આવી નથી અને આ બાબતે અનેક વાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકા તેમજ નાયબ કલેકટર ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ નઘરોળ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નકક્કર પગલાં ભરવામાં આવતા નથી.

subscriber

Related Articles