મહેસાણાના વિસનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ અકસ્માતનો ભય વાહન ચાલકો પરેશાન

મહેસાણાના વિસનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ અકસ્માતનો ભય વાહન ચાલકો પરેશાન

વિસનગર શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ રખડતાં ઢોર ચોકડીઓ ઉપર અડીંગો જમાવી દેતાં વાહનચાલકોની સાથે નાગરિકો પણ પરેશાન થઇ ઉઠ્યા છે અને આ ઢોરની દોડાદોડમાં અકસ્માત થવાનો ભય પણ રહેત હોઇ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. શહેરની કમાણા ચોકડી પર તો સાંજના સમયે રખડતા ઢોરોનું મોટું ટોળું રોડ વચ્ચોવચ બેસી જાય છે. આ કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે.

આ ઉપરાંત, શહેરના અન્ય વિસ્તારો મહેસાણા ચોકડી, ગૌરવપથ રોડ અને કાંસા ચોકડી સહિત સ્થળોએ પણ રખડતા ઢોરો અડિંગો જમાવે છે. આ ઢોરો રોડ પર બેસવા ઉપરાંત ઘણીવાર રસ્તા પર આડાઅવળા દોડતા પણ જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચવાના બનાવો બન્યા છે, જે નાગરિકોની સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ આ વે તેવી માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *