પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રીજા દિવસે પણ કમોસમી માવઠું થયું હતું. જોકે, સાંજે પાંચેક વાગ્યાના સુમારે મોસમનો મિજાજ બદલાતા જ ભારે પવન ફૂંકાવવા ની સાથે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. ભારે ગાજવીજ વચ્ચે સોપારીના કદ જેટલા કરા નો વરસાદ થતાં લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વાતાવરણ પલટાતા ભારે આંધી ફૂંકાવવાની સાથે જ તોફાની વરસાદ વરસતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ભારે કડાકા ભડાકા વચ્ચે સોપારીના કદ જેટલા કરા સાથેના વરસાદે લોકોને વિચારતા કરી મુક્યાં હતા.
પાલનપુરમાં ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, વાવાઝોડા સાથે વરસાદને પગલે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે, વરસાદને પગલે લગ્ન રિસેપ્શનને લઈને અનેક પરિવારો ના જીવ તાળવે ચોટયા હતા.