પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી રાધનપુર નાઓએ મીલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાઓ આધારે હારીજ પીઆઈ એન.એ.શાહના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા મીલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા લગત ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન રોડા ગામથી માંસા જતા રોડ ઉપર એક બીનવારશી હાલતમા ટ્રેકટર પડેલ હોઇ જેના વાલીવારસની તપાસ કરતા આજુબાજુ કોઇ જણાઇ આવેલ નહી જેથી ઈ.ગુજકોપ પોકેટ કોપ તેમજ ICJS પોર્ટલ એપ મારફતે સદરી ટ્રેકટરનો આર.ટી.ઓ રજી.ન. જીજે-૦૨-ડી.એમ.-૮૨૮૯ નો સર્ચ કરી ટ્રેકટર બાબતે તપાસ કરતા ટ્રેકટર આજથી આશરે ચારેક દિવસ અગાઉ ચોરી થયેલ. જે બાબતે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. થયેલ હોઇ જેથી સદરી ટ્રેકટર બી.એન.એસ.એસ કલમ-૧૦૬ મુજબ કિ.રૂ.૫,૫૦,૦૦૦નુ ગણી તપાસ અર્થે કબ્જે કરી આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

- April 7, 2025
0
111
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next