રેલવે પર્કિંગમાંથી ચોરેલ બાઇક સાથે આરોપી ઝડપાયો; પાલનપુર રેલવે સ્ટેશન સ્થિત પાર્કિગમાંથી દોઢેક માસ અગાઉ બાઇક ચોરાયું હતું. જે ગુનાનો ભેદ ઉકેલતા એલસીબી પોલીસે આરોપીને ચોરાયેલા બાઇક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન, મળેલી બાતમીના આધારે મોટર સાઈકલના ચાલકને ઉભો રખાવી મોટર સાઈકલના સાધનિક કાગળો માંગતો તે કોઈ સંતોષકારક જવાબ ન આપી ગલ્લા-તલ્લા કરતો હતો.
જે મોટર સાઈકલનો ચાલક શંકાસ્પદ જણાતાં પંચો રૂબરૂ તે ઇસમનુ નામ-ઠામ પુછતા તેણે પોતાનુ નામ જીપારામ સુરેશ કુમાર બાબુરામ જાતે ગરાસિયા (મુંગળાવત) ઉવ.૨૧ ધંધો. મજુરી રહે.કુંડાલ,વરલીફળી તા.બાલી જી.પાલી (રાજસ્થાન) વાળો હોવાનુ જણાવ્યું હતું. તેની પાસે આ નંબર વગરની મોટર સાઈકલ કયાંથી લાવેલ તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા સદરે ગાડી તેણે આજથી દોઢેક માસ અગાઉ પાલનપુર રેલ્વે સ્ટેશનના પાર્કિંગ માંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સદરે હીરો કંપનીનું સ્પલેન્ડર પ્લસ મો.સા.જેનો એન્જીનનં.HA11EYM4C12631 તથા ચેચીસ નં.MBLHAW121M4C19666 નો હોય જે એન્જીન ચેચીસ નંબર ઉપર થી ઇ-ગુજકોપમાં તપાસ કરતા તેનો આર.ટી.ઓ. રજી.નં.RJ-29-AS-6160 નો હોય જે મો.સા.ની કિરૂ.૫૦, ૦૦૦/-ની ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા.૨૦૨૩ ની કલમ.૧૦૬ મુજબ કબ્જે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ૨૦૨૩ ની કલમ.૩૫(૧)(ઇ) મુજબ પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશન ડાયરી એ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.