મહેસાણા જિલ્લાના ખેરાલુમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. ડભોડા-સતલાસણા રોડ પર કેસાપુરા ગામ પાસેથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડવામાં આવી છે. કારમાંથી ₹5 લાખની કિંમતની 2,781 દારૂની બોટલો મળી આવી છે. પોલીસે કાર ચલાવનાર સોહમ વિષ્ણુભાઈ નાઈ અને હેલ્પર ધવલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડને પકડી પાડ્યા છે. દારૂની બોટલો અને કાર મળીને કુલ ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત પાંચ વ્યક્તિઓ હજુ ફરાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.
- April 15, 2025
0
551
Less than a minute
You can share this post!
editor

