ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ કર્મચારી-અધિકારીઓની રજા કેન્સલ કરી હતી. જેમાં બોર્ડ-નિગમથી લઈ કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા. જો કે 10મેના રોજ બન્ને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે. જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક હાજર થવું પડશે. જોકે કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે. રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે.

- May 13, 2025
0
243
Less than a minute
You can share this post!
editor