પોતાના ઓ.ટી.ટી શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ને કારણે વિવાદમાં રહેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના રવિવારે ગુવાહાટી પોલીસ સમક્ષ હાજર થયા. તેમના શોમાં પૂછવામાં આવેલા વાંધાજનક પ્રશ્નો અંગે તેમને પૂછપરછ કરવામાં આવી હતી. સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. સમયના યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં સ્પર્ધકોને વાંધાજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા બાદ તેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ લોકોએ તેની આકરી ટીકા કરી હતી. ઉપરાંત, મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રીઓએ આ અંગે કાર્યવાહી કરવાની વાત કરી હતી. ગુવાહાટી પોલીસે આ સંદર્ભમાં કેસ પણ નોંધ્યો હતો. હવે રૈના આ મામલે ગુવાહાટી પોલીસ સમક્ષ હાજર થયો છે. કથિત આરોપી, સમય રૈનાએ અગાઉ ગુવાહાટી પોલીસને જાણ કરી હતી કે તે કોમેડી ટૂર માટે ભારતની બહાર હોવાથી તેમની સમક્ષ હાજર થઈ શકશે નહીં. શનિવારે, સમય તપાસ અધિકારી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ ગયો.

- April 7, 2025
0
45
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next