ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એસ.ટી. બસ ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે મોંઘવારીની માર વચ્ચે ભાડામાં વધારો કરાતા મુસાફરો એ રોષ ઠાલવ્યો હતો. ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા લોકલ અને એક્સપ્રેસ બસના ભાડાઓમાં 10 ટકાનો વધારો કરાયો છે. પાલનપુર એસ.ટી. વિભાગીય નિયામકના જણાવ્યા મુજબ, 2014 પછી ભાડામાં 68 વધારો કરવા એસ.ટી.વિભાગે સરકારમાં દરખાસ્ત કરી હતી. ત્યારે 2025 માં માત્ર 10% ભાડા વધારો મંજુર થયો છે. જોકે, કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે એસ.ટી.તંત્રએ પણ ભાડામાં વધારો ઝીંકતા મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો.
48 કી.મી.સુધી નજીવો વધારો; રાજ્ય સરકારની મંજૂરીથી એસ.ટી.નિગમ દ્વારા 2014 પછી 68% વધારાની દરખાસ્ત મોકલી હતી. જે 2025માં માત્ર 10% વધારો થયો છે. જેમાં લોકલમાં 48 કી.મી.સુધીની મુસાફરીમાં રૂ.1 થી 4 નો નજીવો વધારો કરાયો છે. જેમાં 85% મુસાફરો લોકલ મુસાફરી કરતા હોઈ તેઓના ભાડામાં નજીવો વધારો થશે. જ્યારે એક્સપ્રેસ બસોમાં અને 48 કી.મી.થી વધુની મુસાફરીમાં 10% ભાડા વધારો કરાયો હોવાનું વહીવટી અધિકારી એ જણાવ્યું હતું.