વર્લ્ડ બેડમિંટનમાં પી.વી. સિંધુનો વિજયી શુભારંભ થયો

Sports
Sports

પી.વી. સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં વિજયી શુભારંભ કર્યો છે. આ સાથે ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંત અને યુવા ખેલાડી લક્ષ્ય સેને પણ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી. પી.વી. સિંધુએ સ્લોવેકિયાની માર્ટિના રાપિસ્કાને સીધી ગેમ્સમાં 21-7,21-9થી પરાજીત કરી હતી. જે કારોલિના મરીન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીએ 24 મિનિટમાં જીત હાંસલ કરી હતી. આમ ખરાખરીના મુકાબલામાં તેને થાઈલેન્ડની ચોચુવાંગ સામે તેમજ ક્વાર્ટર ફાઈનલમાં તાઈ ત્ઝુ યિંગ જેવી ખેલાડી સામે રમવાનું આવી શકે છે. આ સિવાય ભારતના કિદામ્બી શ્રીકાંતે ચીનના લી શિ ફેંગને 15-21,21-18અને 21-17થી હરાવ્યો હતો. જેમાં શ્રીકાંતે એક કલાક અને નવ મિનિટના સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. તેમજ લક્ષ્ય સેને જાપાનીઝ ખેલાડી કેન્ટા નિશિમોટો સામે 22-20,15-21,21-18થી વિજય મેળવ્યો હતો. જ્યારે ભારતના એચ.એસ.પ્રનોયે 13-21,21-18,21-19થી હોંગકોંગના એનજી કા લોંગ એન્ગ્યુસને હરાવ્યો હતો. જ્યારે મેન્સ ડબલ્સમાં ભારતના સાત્વિક સાઈરાજ રાન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ 27-25,21-17થી ચાઈનીઝ તાઈપેઈની લી જ્હે-હુઈ અને યાંગ પો-સુએનને પરાજીત કરી આગેકૂચ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.