ઐયરની સદી સાથે ભારતની ઈનિંગ્સ ૩૪૫ રનમાં સમેટાઈ

Sports
Sports

કાનપુર,  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે તેના પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને ૩૪૫ રન બનાવ્યા હતા, જેમાં શ્રેયસ અય્યરની સદી, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાની અડધી સદી સામેલ હતી. કિવિઝ તરફથી ટિમ સાઉથીએ પાંચ વિકેટ ઝડપી હતી. તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમે મેચના બીજા દિવસે મેચની પ્રથમ ઇનિંગમાં કોઈપણ નુકસાન વિના ૧૨૯ રન બનાવી લીધા છે.

હાલમાં મુલાકાતી ટીમ ભારતથી ૨૧૬ રન પાછળ છે. ન્યુઝીલેન્ડનો બેટ્‌સમેન ટોમ લાથમ અણનમ ૫૦ રન બનાવીને જ્યારે વિલ યંગ અણનમ ૭૫ રને રમતમાં છે.. ભારતે પ્રથમ દિવસ ૨૫૮/૪ ના સ્કોર પર સમાપ્ત કર્યો, બીજા દિવસે વહેલી તકે તેની પાંચમી વિકેટ ગુમાવી કારણ કે રવિન્દ્ર જાડેજા તેના ઓવરનાઈટ સ્કોરમાં એક પણ રન ઉમેરવામાં નિષ્ફળ ગયો. ટીમ સાઉથીએ જાડેજાને બોલ્ડ કર્યો હતો. શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં ૧૫૭ બોલમાં સદી પૂરી કરી હતી.

ભારતે દિવસની તેમની બીજી અને છઠ્ઠી વિકેટ ગુમાવી કારણ કે રિદ્ધિમાન સાહા, એક રન બનાવીને ટિમ સાઉથીની બોલ પર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો હતો, જે ૧૭૧ બોલમાં ૧૦૫ રન બનાવીને ટિમ સાઉથીના બોલ પર વિલ યંગના હાથે કેચ આઉટ થયો હતો. ભારતની આઠમી વિકેટ અક્ષર પટેલના રૂપમાં પડી જે ૩ રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. ન્યુઝીલેન્ડને નવમી સફળતા એજાઝ પટેલે અપાવી જ્યારે તેણે ૩૮ રનના અંગત સ્કોર પર આર અશ્વિનને બોલ્ડ કર્યો. ભારતની છેલ્લી વિકેટ ઈન્શાત શર્માના રૂપમાં પડી, જે ખાતું ખોલાવ્યા વિના એજાઝ પટેલનો શિકાર બન્યો. પ્રથમ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.