સેમિફાઈનલ મેચ પહેલા વિકેટકીપર પોઝિટિવ

Sports
Sports

ઓસ્ટ્રેલિયન ટૂર્નામેન્ટ બિગ બેશ લીગમાં અત્યારે અવાર-નવાર કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. વળી આ દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન સિડની સિક્સર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે સેમિફાઈનલ મેચની પહેલા જ એક ખેલાડી પોઝિટિવ મળી આવ્યો હતો. ત્યારપછી સેમિફાઈનલની પ્લેઇંગ-11માં 1 ખેલાડી ખૂટતો હોવાથી સિડની ટીમના આસિસ્ટન્ટ કોચે રમવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

સિડની સિક્સર્સ ટીમનો વિકેટકીપર બેટર જોશ ફિલિપ કોરોના સંક્રમિત થઈ ગયો હતો. ત્યારપછી ટીમ મેનેજમેન્ટે વિકેટકીપર બેટર જય લેન્ટનને પ્લેઇંગ-11માં સામેલ કરવો પડ્યો હતો. તે ગત મહિનાથઈ જ ટીમ સાથે આસિસ્ટન્સ કોચ તરીકે જોડાયો હતો. તેવામાં કોચને પ્લેઇંગ-11માં રમવું પડે અવું ભાગ્યે જ જોવા મળે છે.

જોશ ફિલિપે ટૂર્નામેન્ટમાં 429 રન કર્યા હતા, જે અત્યારસુધીનો 7મો ટોપ સ્કોરર હતો. આની પહેલા ટીમના પ્લેયર ડેનિયલને પ્રેક્ટિસ દરમિયાન ઈન્જરી થતા પ્લેઇંગ-11માંથી બહાર જવું પડ્યું હતું. તેવામાં કોચ સાથે મેદાનમાં ઉતરેલી સિડની સિક્સર્સની ટીમે 4 વિકેટથી સેમિફાઈનલ મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 28 જાન્યુઆરીએ પર્થ ટીમ સાથે ફાઈનલ મેચ રમવા સિડની મેદાનમાં ઉતરશે.

સિડન સિક્સર્સે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેના જવાબમાં એડિલેડ સ્ટ્રાઈકર્સે 4 વિકેટના નુકસાને 167 રન કર્યા હતા. તેવામાં બીજી બેટિંગ કરી ફાઈનલમાં પ્રવેશવા માટે સિડનીની શરૂઆત કંઈ ખાસ રહી નહોતી. સિડનીએ 7 રનમાં પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ટીમના એક ઓપન હેડેન દ્વારા 98 રનની અણનમ ઈનિંગની સહાયથી ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. હેડેને 58 બોલમાં 98 રન કર્યા હતા, આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. જેથી તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.