બાર્બાડોસમાં આ સમયે કેવું છે હવામાન? જાણો સંપૂર્ણ અપડેટ
T20 વર્લ્ડ કપની ફાઇનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચમાં વરસાદની સંભાવના છે. જેના કારણે આ મેચમાં વિલંબ થઈ શકે છે. આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો આ મેચ પહેલા બાર્બાડોસના હવામાન અપડેટ પર એક નજર કરીએ.
ફાઈનલ મેચ પહેલા હવામાન ચોખ્ખું દેખાઈ રહ્યું છે. સવારે વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ છેલ્લા 9 કલાકથી વરસાદ પડ્યો નથી.
બાર્બાડોસમાં વરસાદની શક્યતા માત્ર 43 ટકા
AccuWeather ના અહેવાલ મુજબ, બાર્બાડોસમાં વરસાદની સંભાવના હવે સ્થાનિક સમય મુજબ વધીને 43 ટકા થઈ ગઈ છે. પવનની ઝડપ પણ 32 કિલોમીટર પ્રતિ કલાક છે.