પાકિસ્તાનને અમદાવાદમાં રમવા જવાનો શેનો ડર લાગે છે? આફ્રિદીએ PCBને કર્યો સવાલ
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એશિયા કપમાટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના હાઈબ્રિડ મોડલના પ્રસ્તાવને સ્વીકાર કર્યો હતો. ACCના જાહેરનામા પ્રમાણે પાકિસ્તાન ચાર મેચોની યજમાની કરશે જ્યારે બાકીની નવ મેચો શ્રીલંકામાં યોજાશે. ACC એ PCBનો પ્રસ્તાવ સ્વીકાર્યો હોવા છતાં પણ પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારતનો પ્રવાસ કરશે કે નહીં તે જાણી શકાયું નથી. વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં કથિત રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા બાદ PCBએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની અનિચ્છા વ્યક્ત કરી છે.
તાજેતરમાં જ આફ્રિદીએ અમદાવાદમાં રમવાના ઈનકાર પાછળના તર્ક પર PCBને સવાલ કર્યો હતો. તેઓ અમદાવાદની પીચો પર રમવાનો શા માટે ઇનકાર કરી રહ્યા છે? શું તે આગ ઓકે છે કે તેમાં કોઈ દોષ છે? – જાઓ, રમો અને જીતો. જો આ કથિત પડકારો છે તો તેનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો એક વ્યાપક જીત છે.
46 વર્ષીય ભૂતપૂર્વ ઓલરાઉન્ડરનું માનવું છે કે, PCBએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. અને ભારતને તેમની જ ધરતી પર હરાવ્યા બાદ મેદાન પર વાત કરવી જોઈએ. અંતે જે મહત્વનું છે એ પાકિસ્તાન ટીમની જીત છે. માત્રને માત્ર મૂળ ત્યાં જ છે. તેને સકારાત્મક રીતે લો. જો ભારતીયો ત્યાં આરામદાયક છે તો તમારે ત્યાં જવું જોઈએ. ભરખમ ભારતીય દર્શકોની સામે જીત પ્રાપ્ત કરવી જોઈએ. અને તેમને બતાવો કે, તમને શું મળ્યું. આઈસીસીએ એશિયા કપ પછી યોજાનાર વર્લ્ડ કપનું શેડ્યૂલ હજુ જાહેર નથી કર્યું.