વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું રધરફોર્ડે તેની કારકિર્દીની પ્રથમ સદી: ગુજરાત ટાઇટન્સ ટીમે ઓક્શન 2025માં ખરીદ્યો
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે, જેમાં પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં શેરફેન રધરફોર્ડે વેસ્ટ ઈન્ડિઝ માટે મજબૂત બેટિંગનું ઉદાહરણ બતાવ્યું હતું. તેણે એકલા હાથે સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી અને તે સૌથી મોટો હીરો સાબિત થયો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી 295 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે સાઈ હોપ અને શેરફેન રધરફોર્ડની જોરદાર ઈનિંગ્સના કારણે ટાર્ગેટનો પીછો કર્યો હતો.
રધરફોર્ડે તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર બ્રેન્ડન કિંગ (9 રન) અને એવિન લુઈસ (16 રન) કંઈ ખાસ બતાવી શક્યા ન હતા. કેસી કાર્ટી પણ માત્ર 21 રન બનાવી શક્યો હતો. આ પછી કેપ્ટન સાઈ હોપ અને શેરફેન રધરફોર્ડે રન બનાવવાની જવાબદારી લીધી. રધરફોર્ડે માત્ર 80 બોલમાં 113 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. તેણે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. જ્યારે કેપ્ટન સાઈએ 88 બોલમાં 86 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમે મેચ જીતી હતી.
મેગા ઓક્શનમાં ગુજરાતની ટીમ ખરીદ્યો
શેરફેન રધરફોર્ડ IPLમાં દિલ્હી કેપિટલ્સ અને RCB માટે ક્રિકેટ રમી ચૂક્યો છે, જેમાં તેણે 10 મેચમાં કુલ 106 રન બનાવ્યા છે. આ વખતે તેને IPL મેગા ઓક્શન 2025માં ગુજરાત ટાઇટન્સ ટીમે ખરીદ્યો છે. આ માટે ગુજરાતની ટીમે 2 કરોડ 60 લાખ રૂપિયા ચૂકવ્યા છે.