યુ.એસ ઓપન વિજેતા એન્ડ્રિસ્કુ ઓસ્ટ્રેલિયન ઓપન નહી રમે

Sports
Sports

કેનેડાની ભૂતપૂર્વ યુ.એસ ઓપન વિજેતા ટેનિસ ખેલાડી બિયેન્કા એન્ડ્રિસ્કુએ આવતા વર્ષની ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. 21 વર્ષની એન્ડ્રિસ્કુએ જણાવ્યુ છે કે કોરોનાના કારણે હોટલમાં ક્વોરન્ટાઈન રહેવાના કારણે શારીરિક અને માનસિક રીતે મને ઘણી અસર થઈ છે. મને નથી લાગતું કે,હું પ્રેક્ટિસ કરવા તેમજ મેચમાં ઉતરવા માટે તૈયાર છું. આમ એન્ડ્રિસ્કુ છેલ્લે ઓક્ટોબરમાં ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં રમી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલી એન્ડ્રિસ્કુને ત્રીજા રાઉન્ડમાં એનેટ કોન્ટાવિટે સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે જ તેમણે કહ્યું હતુ કે હું ક્યારે પુનરાગમન કરીશ તેની ખબર નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.